Disadvantage of eating too much banana વધારે પડતાં કેળા ખાવાથી થાય છે આ પાંચ ગંભીર બિમારી

વધારે પડતાં કેળા ખાવાથી થાય છે આ પાંચ ગંભીર બિમારી
loading...





કેળાંમાં ભરપૂર માત્રામાં ગ્લૂકોઝ હોય છે, જે શરીરને ઉર્જા આપે છે. આ ઉપરાંત કેળાંમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને તાંબુ પણ હોય છે. કેળું લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હાડકાં મજબુત બનાવે છે, પરંતુ ખૂબજ ફાયદાકારક એવાં કેળાંનાં કેટલાંક નુકસાન પણ છે. સમજ્યા-વિચાર્યા વગર તેનું સેવન કરવાથી શરીરને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

તો આવો જાણીએ વધારે પડતાં કેળાના સેવનથી થતાં 5 નુકસાન વિશે....

1. માઇગ્રેન:




જેમને વારંવાર માઇગ્રેનના અટેક આવતા હોય, તેમણે તરત જ કેળાં ખાવાનાં બંધ કરવાં જોઇએ. કેળામાં ટાયરામાઇન નામનું તત્વ હોય છે, જેનાથી માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.
loading...


2. દાંત સડવા:



કેળાંમાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે, જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે. એક રિસર્ચ મુજબ, કેળાંમાં ચોકલેટ કરતાં પણ વધુ સ્ટાર્ચ હોય છે.

3. કબજિયાત:

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, કેળાના સેવનથી પાચનતંત્રના કામમાં સુધારો આવે છે, પરંતુ કેળામાં રહેલ ટૈનિટ એસિડ પાચન તંત્ર પર અસર કરે છે. સારી રીતે પાકેલું કેળું કબજિયાતમાં રાહત આપે છે.

4. પેટમાં દુખાવો:



કેળાંમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જેને પચવામાં વધુ સમય લાગે છે. ઘણીવાર આ જ કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ ઉદભવે છે. કેળું બરાબબર પાકેલું ન હોય તો પેટમાં દુખાવો અને ઉલટીની સમસ્યા પણ સતાવી શકે છે.

5. સ્નાયુ ડેમેજ કરે:

કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન B6 હોય છે. એટલે કેળાના વધારે પડતા સેવનથી સ્નાયુઓ ડેમેજ થાય છે. જે લોકો નિયમિત કસરત કરતા હોય તેમને વાંધો નથી આવતો, પરંતુ કસરત ન કરતા લોકોએ વધારે પડતાં કેળાંનું સેવન ન કરવું જોઇએ.

લેખ વાંચવા બદલ ખુબ આભાર. હમેશા વાચતાં રહો.
loading...


Comments